Vidhyasahayak Bharti 2022: 2600 વિદ્યાસહાયક માટે ઓનલાઇન અરજી કરો

Vidhyasahayak Bharti 2022: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ માં વિદ્યાસહાયક પોસ્ટની જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા માટે સૂચના જારી કરવામાં આવી છે. આ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 માં કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા 13 ઓક્ટોબર 2022 ના રોજ શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર 2022 છે. તેમજ ઘટ માટેના ફોર્મ 29 ઓક્ટોબર થી 07 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે. vsb.dpegujarat.in અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમે તાજેતરની ભરતીની સૂચના વાંચી શકો છો અને અરજી કરી શકો છો.

વિદ્યાસહાયક ભરતી 2022ની વિગતો

Vidhyasahayak Bharti 2022
વિદ્યાસહાયક શિક્ષક ભરતી 2022
સૂચના વિદ્યાસહાયક ભરતી 2022: 2600 જગ્યાઓ માટે અરજી કરો
ઓર્ગેનાઇઝેશન નામ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પોસ્ટનું નામ વિદ્યાસહાયક
કુલ જગ્યા 2600 પોસ્ટ
લાયકાત પોસ્ટ મુજબ
અરજી કરવાની શરૂઆતની છેલ્લી તારીખ જનરલ – 13-10-2022
ઘટ – 29-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ જનરલ – 22-10-2022
ઘટ – 07-11-2022
સત્તાવાર સાઇટ vsb.dpegujarat.in

Vidhyasahayak Bharti 2022 Gujarat Vacancy Details:

જનરલ

ધોરણ વિષય General SC ST SEBC EWS કુલ PH
6 થી 8 ગણિત વિજ્ઞાન 274 26 25 38 40 403 14
ભાષાઓ 113 13 14 17 16 173 05
સામાજિક વિજ્ઞાન 265 29 16 39 38 387 13
1 થી 5 678 66 23 100 94 961 38

ઘટ

ધોરણ વિષય General SC ST SEBC EWS કુલ PH
6 થી 8 ગણિત વિજ્ઞાન 0 19 148 146 34 347 17
ભાષાઓ 0 04 10 55 08 77 04
સામાજિક વિજ્ઞાન 0 15 65 111 22 213 10
1 થી 5 0 14 03 17 05 39 02

શૈક્ષણિક લાયકાત:

ગણિત/વિજ્ઞાનના વિદ્યાસહાયક:

  • શૈક્ષણિક લાયકાત:- બી.એસસી. (ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, ઝુઓલોજી, ભૂસ્તરશાસ્ત્ર) અને તાલીમી લાયકાત:- પી.ટી.સી./D.EL.Ed (બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એસસી. (ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, ઝુઓલોજી, ભૂસ્તરશાસ્ત્ર) અને તાલીમી લાયકાત:- બી.એડ.(એક/બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.EI.Ed)
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને
  • તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એસ.સી એજ્યુકેશન. (B.Sc.Ed)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એસસી. (ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, ઝુઓલોજી, ભૂસ્તરશાસ્ત્ર) અને તાલીમી લાયકાત:- એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
  • શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ- TET-II – ગણિત/વિજ્ઞાન) ૬૦ ટકા ગુણ સાથે અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં ૫૫ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જોઇશે.

ભાષાઓના વિદ્યાસહાયક:

  • શૈક્ષણિક લાયકાત:- બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી, હિન્દી,સંસ્કૃત) અને તાલીમી લાયકાત:- પી.ટી.સી./D.EL.Ed (બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ. અને તાલીમી લાયકાત:- બી.એડ.(એક/બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.EI.Ed) અથવા
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ. (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત) એજ્યુકેશન. (B.A.Ed)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ./બી.આર.એસ./બી.એસ.એસસી (અંગ્રેજી,ગુજરાતી,હિન્દી,સંસ્કૃત) અને તાલીમી લાયકાત:- એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન) તથા
  • શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ- TET-II – ભાષાઓ) ૬૦ ટકા ગુણ સાથે અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં ૫૫ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જોઇશે.

સામાજિક વિજ્ઞાનના વિદ્યાસહાયક:

  • શૈક્ષણિક લાયકાત:-બી.એ (ઇતિહાસ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.આર.એસ.(ઇતિહાસ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.એસ.એસસી.(ઇતિહાસ,ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત:- પી.ટી.સી./D.EL.Ed (બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ સાથે બી.એ (ઇતિહાસ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.આર.એસ.( ઇતિહાસ, ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે)/બી.એસ.એસસી.(ઇતિહાસ,ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) અને
  • તાલીમી લાયકાત:- બી.એડ.(એક/બે વર્ષ)
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બેચલર ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed)
  • શૈક્ષણિક લાયકાત:- ધોરણ-૧૨ (એચ.એસ.સી) ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ અને તાલીમી લાયકાત:- ચાર વર્ષીય બી.એ.(ઇતિહાસ, ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.આર.એસ.(ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.એસ.એસસી.(ઇતિહાસ,ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) એજ્યુકેશન. (B.A.Ed/B.Com.Ed/B.R.S.Ed/B.S.Sc.Ed)
  • શૈક્ષણિક લાયકાત:- ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે બી.એ.(ઇતિહાસ,ભૂગોળ,નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.કોમ.(અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.આર.એસ. (ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) /બી.એસ.એસસી.(ઇતિહાસ,ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, તથા અર્થશાસ્ત્ર વિષય સાથે) અને તાલીમી લાયકાત:- એક વર્ષીય બી.એડ.(સ્પેશીયલ એજ્યુકેશન)
  • શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ- TET-II – સામાજિક વિજ્ઞાન) ૬૦ ટકા ગુણ સાથે અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પછાત વર્ગ તથા વિક્લાંગના કિસ્સામાં ૫૫ ટકા ગુણ સાથે પાસ કરેલી હોવી જોઇશે.

નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક

  • શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ
  • તાલીમી લાયકાત:
    • (ક) પી.ટી.સી./ D.EI.Ed (બે વર્ષ)
    • (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી (B.El.Ed) અથવા
    • (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઇન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)
  • શિક્ષક યોગ્યતા પરીક્ષા (ટીચર એલીજીબીલીટી ટેસ્ટ TET-I ) સને ૨૦૧૧ થી અત્યાર સુધી ૬૦ ટકા ગુણ સાથે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં ૫૫ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવી જોઇશે.
  • જગ્યાઓ પૈકી ૧૦% જગ્યાઓ એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ) માં ૪૫% ગુણ સાથે પાસ થયેલ ઉમેદવારોથી ભરવાની રહેશે.

Vidhyasahayak Bharti 2022 ઉંમર મર્યાદા:

  • નિમ્ન પ્રાથમિક ધોરણ ૧ થી ૫ વિદ્યાસહાયક માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૩ વર્ષ
  • ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ વિદ્યાસહાયક માટે લઘુત્તમ વર્ષ મર્યાદા ૧૮ વર્ષ અને મહત્તમ વય મર્યાદા ૩૫ વર્ષ
  • સા.વ.વિ.ના તા.29/09/2022 ના ઠરાવ અનુસાર ઉપર દર્શાવેલ વય મર્યાદામાં 1 (એક) વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.

Vidhyasahayak Bharti 2022 પગાર ધોરણ:

વિદ્યાસહાયકને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.19950/- નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭ /(પાર્ટ-૨)ઝ-૧, તા.૧૮/૦૧/૨૦૧૭ મુજબ નક્કી કરેલા ફિક્સ પગાર પર અને સેવાઓની શરતોમાં કરેલ સુધારા મુજબના લાભ મળવાપાત્ર થશે. પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂંક સત્તાધિકારીને સંતોષકારક જણાશે તો, સરકારના નિયમાનુસાર જે તે જગ્યા માટે વખતો-વખત નિયત કરેલ પગાર-ધોરણમાં સમાવવામાં આવશે.

Vidhyasahayak Bharti 2022 માટે કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ- http://vsb.dpegujarat.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

TET-1, TET-2 Merit Calculator 2022:

ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની વિદ્યાસહાયક ભરતીમાં તમારે કેટલુ મેરીટ થાય છે તે તમે ઓનલાઇન જોઇ શકો છો. નીચે મેરીટ કેલ્ક્યુલેટરની મદદથી સરળતાથી તમારા મેરીટની ગણતરી કરી શકો છો.

Vidhyasahayak Bharti 2022 નોટિફિકેશન:

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માં 1000 જગ્યાઓ અને 6 થી 8 માં 1600 જગ્યાઓ ભરવા માટે સૂચના પ્રકાશિત કરી છે. આ ભરતી દ્વારા કુલ 2,600 જગ્યાઓ ભરવામાં આવશે. વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.