તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર, આ તારીખે યોજાશે પરીક્ષા

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022: તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSSB એ તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ઘણા મિત્રો આ પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાના ફોર્મ શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 ના રો જ શરૂ કરવામાં આવ્યા હતા અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2022 હતી.

Exam Date Notification PDF Here

તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર

તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર

ઓર્ગેનાઇઝેશન નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષાનું નામ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક
જાહેરાત નંબર – તલાટી કમ મંત્રી – ૧૦/૨૦૨૧-૨૨
– જુનિયર ક્લાર્ક – ૧૨/૨૦૨૧-૨૨
કુલ ખાલી જગ્યાઓ 3437 પોસ્ટ
પરીક્ષા તારીખ – તલાટી કમ મંત્રી – તા.૨૯-૦૧-૨૦૨૩
– જુનિયર ક્લાર્ક – તા.૦૮-૦૧-૨૦૨૩
સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/

GPSSB તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી 29-01-2023 ના રોજ યોજવામાં આવશે.

GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા તારીખ 2022

જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.08-01-2023 ના રોજ યોજવામાં આવશે.

તલાટી કમ મંત્રી સિલેબસ 2022

મિત્રો, તમે જાણો છો કે તલાટી કમ મંત્રીની પરીક્ષા ટૂંક સમયમાં, એટલે કે 29-01-2023 ના રોજ લેવામાં આવશે. તલાટી પરીક્ષા 2022 ની તૈયારી માટે અભ્યાસક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે.