SEB NMMS Exam 2022: નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નોટિફિકેશન, ફોર્મ, સિલેબસ

SEB NMMS Exam 2022 રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તા:11/10/2022 થી તા:05/11/2022 દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ! 1000/- લેખે વાર્ષિક રૂ! 12000/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.

SEB NMMS Exam 2022

NMMS Exam 2022

સૂચના SEB NMMS Exam 2022 Notification Declared
ઓર્ગેનાઇઝેશન નામ રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)- ગાંધીનગર
પરીક્ષાનું નામ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS)
મલવાપાત્ર લાભ માસિક રૂ! 1000/- લેખે વાર્ષિક રૂ! 12000/-
લાયકાત ધોરણ-8
અરજી કરવાની શરૂઆતની છેલ્લી તારીખ 11-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ 05-11-2022
સત્તાવાર સાઇટ www.sebexam.org

વિદ્યાર્થીની લાયકાત:

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએ ધોરણ-7માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.

ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.

NMMS Exam આવક મર્યાદા:

એન.એમ.એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૩,50,000/ થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે).

NMMS પરીક્ષા ફી:

 • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.70/- રહેશે.
 • પી.એચ.,એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.50/- રહેશે.
 • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
 • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ:

કસોટીનો પ્રકાર પ્રશ્નો ગુણ સમય
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 90 90 90 મિનિટ
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી 90 90 90 મિનિટ

NMMS Exam 2022 અભ્યાસક્રમ:

MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ(Hidden Figure) વિગેરેનો સમાવેશ થશે.

SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નોમાં ધોરણ-7 અને ધોરણ-8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.

 • ધોરણ-7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
 • ધોરણ-8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

SEB NMMS Exam 2022 ફોર્મ કેવી રીતે ભરવું?

 • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
 • સૌ પ્રથમ https://www.sebexam.org/ પર જવું.
 • “Apply online” ઉપર click કરવું.
 • “National means cum merit Scholarship Scheme”- (STD-8)” સામે Apply Now પર Click કરવું.
 • Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
 • વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
 • શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે. (જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
 • હવે Submit પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
 • વેબસાઇટ પર SC, ST, તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
 • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહીં Photo અને Signature upload કરવાના છે.
 • Photo અને Signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format માં (15 Kb) સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો.
 • અને Open Button ને Click કરો. હવે Browse Button ની બાજુમાં upload Button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે Signature પણ upload કરવાની રહેશે.
 • હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. ત્યાર બાદ અરજી કન્ફોર્મ કરવી.
 • Confirm પર Click કરવાથી અરજીનો Online સ્વીકાર થશે.
 • હવે Print Application & Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
 • અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી.

NMMS Notification 2022 PDF:

રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB), ગાંધીનગર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવતા વિદ્યાર્થીને માસિક રૂ! 1000/- લેખે વાર્ષિક રૂ! 12000/- આપવામાં આવે છે. રસ ધરાવતા અને લાયક વિદ્યાર્થીઓ NMMS Exam 2022 નું ફોર્મ ભરી શકે છે. વધુ માહિતી માટે સત્તાવાર સૂચના વાંચો.