RTO Exam Book PDF Gujarati: ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ખુબ જ ઉપયોગી બુક ડાઉનલોડ કરો

RTO Exam Book PDF Gujarati: ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) હોવું આવશ્યક છે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ (Licence) મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. ગુજરાતમાં જારી કરાયેલ લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (LL) 6 મહિનાના સમયગાળા માટે માન્ય છે અને કાયમી DL માટે અરજી 30 દિવસ પછી અથવા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ જારી થયાની તારીખથી 180 દિવસની અંદર કરી શકાય છે.

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી બુકની PDF:

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટેની ખુબ જ ઉપયોગી બુક તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આ બુક તમને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ પાસ કરવામાં ખુબ જ ઉપયોગી થશે. આ બુક એક PDF ફોર્મેટમાં છે એટલે તે તમે તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી તે બુકને વાંચી શકો છો. જો તમારે LL ટેસ્ટ આપવાની હોય તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે પરીક્ષાની પૂર્વ તૈયારી કરી લો જેથી તમે પરીક્ષા સરળતાથી પાસ કરી શકો.

RTO Exam Book PDF Gujarati
ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ખુબ જ ઉપયોગી બુક ડાઉનલોડ કરો.

RTO Exam Book PDF Gujarati કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે મિત્રોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપવાની હોય તેવા મિત્રો અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી RTO Exam Book PDF Gujarati ડાઉનલોડ કરી શકે છે. ગુજરાતમાં આ ટેસ્ટમાં તમને ૧૫ પ્રશ્નો પૂછવામાં આવશે. ૧૫ પ્રશ્નોમાંથી તમારે ૧૧ પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. ૧૧ પ્રશ્નોના સાચા ઉત્તર ના આપનાર મિત્રોને નાપાસ કરવામાં આવશે. અમે મિત્રો અવું ઇચ્છીએ છીએ કે તમે આ ટેસ્ટ પ્રથમ વખતમાં જ પાસ કરો. કોઇઅ મિત્રો ને એવુ બને કે તે પ્રથમ ટેસ્ટમાં નાપાસ થાય તો તેવા મિત્રોએ https://sarathi.parivahan.gov.in/ ની વેબસાઇટ પર જઇ રી-ટેસ્ટ ફી રૂ.૫૦ ભરવાના રહેશે અને ફરી નવી તારીખ લઇ ટેસ્ટ આપવા જવું પડશે.

  • RTO Exam Book PDF in Gujarati: Download

Learning Licence Download PDF:

જે મિત્રોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ સફળતા પૂર્વક પાસ કરી લીધી હોય તેવા મિત્રો હવે ઓનલાઇન Learning Licence ની PDF ડાઉનલોડ કરી શકે છે. લર્નિંગ લાઇસન્સની પીડીએફ કેવી રીતે ડાઉનલોદ કરવી તેના સ્ટેપ નીચે લિંક પર આપેલ છે.