ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ફોર્મ 2022: ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-10-2022 હતી તે લંબાવવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તેવા લોકો હવે 15-11-2022 સુધી ઓનલાઇન ભરી શકે છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર SC/ST/OBC કેટેગરીના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ ફોર્મ-2022-23 હવે 15 નવેમ્બર 2022 સુધી ભરી શકાશે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022-23

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ

પોર્ટલ ડિજિટલ ગુજરાત
શિષ્યવૃત્તિનો પ્રકાર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
છેલ્લી તારીખ 15-11-2022
કેટેગરી SC/ST/OBC
ઓફિશિયલ વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ માટે કોણ અરજી કરી શકે છે?

ધોરણ 11-12, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, પીટીસી, બી.એડ., એક્સ તરીકે ભણતા વિધાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિધાર્થીઓ આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાનો લાભ લઇ શકે છે.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ ફોર્મ કેવી રીતે ભરવું?

  • સૌ પ્રથમ https://www.digitalgujarat.gov.in/ પર જવું.
  • જો તમારી પાસે એકાઉન્ટ બનાવેલ ના હોય તો Register પર ક્લિક કરવું.
  • Email, Mobile No. વડે અજીસ્ટર કરવું.
  • ત્યારબાદ, Log in કરવું.
  • Profile અપડેટ કરવી.
  • Services પર ક્લિક કરી Scholarship પર ક્લિક કરવું.
  • તમારે જે સ્કિમ લાગું પડતી હોય તે સિલેક્ટ કરવી.
  • ત્યારબાદ જરૂરી વિગત ભરવી.
  • દસ્તાવેજ અપલોડ કરવા.
  • છેલ્લે સબમીટ આપવુ અને પ્રિન્ટ કરો.

આ પણ વાંચો: ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ ઉચ્ચ શૈક્ષણિક લોન યોજના 2022