Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના, જાણો સંપૂર્ણ માહિતી

Kuvarbai Nu Mameru Yojana: ગુજરાતમાં કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ esamajkalyan.gujarat.gov.in દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઈ નુ મામેરુ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૧૨,૦૦૦ આપવામાં આવે છે.

Kuvarbai Nu Mameru Yojana Gujarat

Kuvarbai Nu Mameru Yojana
કુંવરબાઈનું મામેરું યોજના માટે ઓનલાઇન અરજી કરો

ગુજરાત રાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને લગ્ન બાદ નાણાંકીય સહાય આપવામાં આવે છે. 01/04/2021 પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા અને 01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે.

What is the income limit of Kuvarbainu Mameru Yojana?

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે કુંવરબાઈ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- અને શહેરી વિસ્તારોમાં 1,50,000/- નક્કી કરી છે.

કુવરબાઈનું મામેરું યોજના શું છે?

કુંવરબાઈનું મામેરું યોજના એ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી યોજના છે જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ ની કન્યા ને લાભ મળવાપાત્ર છે. તે છોકરીઓના લગ્ન થયા હોય પછી આ યોજના નો લાભ લઇ શકે છે. આ યોજનાને મંગળસૂત્ર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળસૂત્ર યોજના માં અરજદાર ને સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જે પહેલા રૂ.10,000 હતા હવે તેને વધારી ને રૂ.12,000 કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હવે વિદ્યાર્થીઓને મળશે 25,000ની સ્કોલરશિપ, જાણો સંપૂર્ણ માહિતી

Eligibility Criteria for Kuvarbai Mameru Scheme:

  • સૌ પ્રથમ અરજી કરનાર ઉમેદવારો ગુજરાત રાજ્યના કાયમી નિવાસી હોવા જોઈએ.
  • આ સુવિધા અરજદાર તેમની પુત્રીના લગ્ન સમયે મેળવી શકે છે.
  • કુંટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
  • કન્યાની ઉંમર લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • ગ્રામીણ વિસ્તારમાં પરિવારની વાર્ષિક આવક રૂ. 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • અને શહેરી વિસ્તાર માટે અરજદારની વાર્ષિક આવક રૂ. 1,50,000 થી ન હોવી જોઈએ.
  • જો કોઈ કન્યા ના પુન: લગ્ન થાય તો તે લાભ લઈ શકશે નહિ.
  • લગ્‍ન થયાના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાનું ચૂંટણીકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • કન્યાનો જાતિનો દાખલો
  • યુવકનો જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/
  • રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • કન્યાની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • યુવકની જન્મ તારીખનો આધાર (L.C. / જન્મ તારીખનો દાખલો / અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ)
  • બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
  • કન્યાના પિતા/વાલીનું બાંહેધરીપત્રક
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

આ પણ વાંચો: જન્મ અને મરણ પ્રમાણપત્ર PDF ઓનલાઇન ડાઉનલોડ કરો

How to Apply Online for Kuvarbai Nu Mameru Yojana?

  • સૌપ્રથમ તમારે https://esamajkalyan.gujarat.gov.in/ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડશે અને id અને Password તમારા ઇમેઇલ આઇડી માં મોકલવામાં આવશે.
  • રજિસ્ટ્રેશન કર્યા પછી એ આઇડી પાસવર્ડ થી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
  • અને ત્યાર બાદ તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
  • ત્યાર બાદ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં રહેશે.
  • એકરાર નામુ ડાઉનલોડ કરી ને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

Kuvarbai Nu Mameru Yojana Application Status:

જે લાભાર્થીઓએ કુંવરબાઈનું મામેરું યોજના માટે ઓનલાઇન અરજી કરી હોય તે અરજીનુ સ્થિતિ ઓનલાઇન ચેક કરી શકે છે. તમારી અરજીની સ્થિતિ ઓનલાઇન જોવા માટે નીચે લિંક પર ક્લિક કરો. ત્યારબાદ અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરી “સ્થિતિ જુઓ” પર ક્લિક કરી જોઇ શકો છો.

આ પણ વાંચો: GSEB SSC અને HSC ડુપ્લિકેટ માર્કશીટ ઑનલાઇન ડાઉનલોડ કરો