CGPA To Percentage Calculator (SPI/CPI/CGPA to %)

CGPA To Percentage Calculator: અહીં તમે કોઈપણ સોફ્ટવેર વિના SPI/CPI/CGPA થી ટકાવારી(%) ની ગણતરી કરી શકો છો. આ એક અપડેટેડ કેલ્ક્યુલેટર છે જે ખાસ કરીને GTU (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી), અમદાવાદના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું છે.

CGPA To Percentage Calculator

CGPA To Percentage Calculator

GTU વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સૌથી વધુ મૂંઝવણભર્યો પ્રશ્ન એ છે કે જ્યારે SPI/CPI/CGPA આપેલ હોય ત્યારે તેને ટકાવારીમાં કઇ રીતે રૂપાંતરીત કરવા. આ પ્રશ્નને હલ કરવા માટે અમે CGPA To Percentage Calculator ટૂલ બનાવ્યુ છે. આ ટૂલ દ્વારા કોઇપણ વિદ્યાર્થી 5 સેકંડમાં SPI, CPI કે CGPA ને ટકાવારીમાં કન્વર્ટ કરી શકે છે.

What is SPI ?

SPI એટલે સેમેસ્ટર પર્ફોર્મન્સ ઇન્ડેક્સ. SPI (સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ) દરેક સેમેસ્ટરમાં ગણવામાં આવે છે.

What is CPI ?

CPI એટલે ક્યુમ્યુલેટિવ પરફોર્મન્સ ઈન્ડેક્સ. 2 વર્ષનો કોર્સ: જો કોર્સનો સમયગાળો બે વર્ષનો હોય, તો તમામ ચાર સેમેસ્ટરની કામગીરીને ધ્યાનમાં લઈને CPI (કમ્યુલેટિવ પરફોર્મન્સ ઈન્ડેક્સ)ના આધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે.

What is CGPA ?

CGPA એટલે ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ. 4 વર્ષના કોર્સ માટે: જો કોર્સનો સમયગાળો ચાર વર્ષનો હોય, તો છેલ્લા ચાર સેમેસ્ટરની કામગીરીને ધ્યાનમાં રાખીને CGPA (કમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ)ના આધારે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે.

GTU CGPA to Percentage Converter Formula:

અહીં CPI/CGPA/SPI થી ટકાવારી (%) ની ગણતરી કરી શકાય છે. માર્કશીટમાં SPI/CPI/CGPA નો ઉલ્લેખ છે. વિદ્યાર્થીએ SPI/CPI/CGPA દાખલ કરવાનું રહેશે અને ટકાવારીની ગણતરી નીચેના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવશે. સમાન સૂત્રનો ઉપયોગ CPI અથવા SPI અથવા CGPAમાંથી ટકાવારીની ગણતરી કરવા માટે થાય છે. MYSY / ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ, એજ્યુકેશન લોન, સ્પર્ધાત્મક પરીક્ષા વગેરે માટેના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ ટકાવારી શોધવાની જરૂર પડી શકે છે.

  • % = (( SPI \ CPI \ CGPA) – 0.5) * 10

CGPA To Percentage Calculator GTU